શામળાજીમાં હર્ષોલ્લાસ સાથે જન્માષ્ટમીની ઉજવણી શરૂ - janmashtami
🎬 Watch Now: Feature Video
અરવલ્લીઃ યાત્રાધામ શામળાજીમાં હર્ષોલ્લાસપૂર્વક જન્માષ્ટમી મહોત્સવની ઉજવણીની શરૂઆત થઈ ચૂકી છે. વહેલી સવારે ભગવાન શામળિયાના કપાટ ખુલતા જ ભક્તોની ભારે ભીડ ઉમટી છે. ભગવાન કાળીયા ઠાકરના મંગળા દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. મંદિર પરિસરમાં ભગવાનની મંગળા આરતી કરવામાં આવી હતી. જેમાં દૂર દૂરથી આવેલા તમામ કૃષ્ણ ભક્તોએ વહેલી સવારે ભગવાનની મંગલમય જાંખી કરી હતી. ભગવાનનો પંચામૃતથી શણગાર કરી પૂજન અને અભિષેક કરાયો હતો અને ભગવાનને સોના ચાંદીના આભૂષણોનો શણગાર કરવામાં આવ્યો હતો. સમગ્ર દિવસ દરમિયાન ભગવાન કાળીયા ઠાકરના તમામ મનોરથો ઉત્સવો મનાવવામાં આવનાર છે. રાત્રે ભગવાન શામળિયાના પરિસરમાં ભજન સત્સંગ રાસગરબા સહિતના કૃષ્ણભક્તિના કાર્યક્રમો યોજાશે અને 12 કલાકે ભગવાન ઠાકોરજીનો જન્મોત્સવ ઉજવાશે.