અરવલ્લીના મોડાસામાં ઈદની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ - modasa news
🎬 Watch Now: Feature Video
અરવલ્લીઃ જિલ્લાના તાલુકાઓ તેમજ મુખ્ય મથક મોડાસામાં આજે ઇદુ -ઉલ-અદહાનો તહેવાર પરંપરાગત રીતે હર્ષોલ્લાસ સાથે મનાવામાં આવ્યો હતો. હઝરત ઇબ્રાહિમ આલેહિસ્લામની કુરબાનીની યાદમાં મુસ્લિમ બિરાદરોએ તેમની સુન્નત અદા કરી હતી. વહેલી સવારે મોડાસાના માલપુર રોડ પર આવેલ ઇદગાહમાં મોટી સંખ્યામાં એકઠા થઇ ઈદની વીશેષ સામુહિક નમાજ અદા કરી હતી. ઈદ -ઉલ-અદહાનો પર્વે સમાજ, ધર્મ અને રાષ્ટ્ર પ્રેમ માટે ત્યાગ અને બલિદાન આપવાનો છે ત્યારે દેશમાં અમન અને શાંતિ કાયમ રહે તે માટે દુઆ કરવામાં આવી હતી. નમાજ બાદ એક બીજાને ગળે મળી ઇદ મુબારક પાઠવી હતી.