માણાવદરના ત્રંબકેશ્વર મહાદેવ મંદિરમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી - Trambakeshwar Mahadev Temple of Manavadar
🎬 Watch Now: Feature Video
જૂનાગઢઃ આ વર્ષે કોરોના વાઈરસને લઇને સાદગી પૂર્ણ રીતે માણાવદરના સુપ્રસિધ્ધ ત્રંબકેશ્વર મહાદેવ મંદિરે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારથી ગુરૂ પૂજન, રઘુવીરદાસબાપુના પાદુકા પૂજન, સમાધીનું પૂજન અર્ચન કરી ઉજવણી કરવામાં આવી. ‘અંધકારમાંથી જે બહાર લાવે તે ગુરૂ જીવ સાથે શિવનું એકાકીકરણ કરાવે તે ગુરૂ, વિષપી અમૃતનું પાન કરાવી અમરત્વ પ્રદાન કરાવે તે જ સાચા ગુરૂ’ ધ્યાન કરવા યોગ્ય ગુરૂજીના ચરણકમળ છે. મનન કરવા યોગ્ય ગુરૂજીનું વાક્ય છે અને મુક્તિનો હેતું ગુરૂ કૃપા છે. આજે ગુરૂપૂર્ણિમાંના દિવસે માણાવદર વાસીઓએ જેમને ખરા હ્દયથી પોતાના હ્દયસ્થાને બેસાડ્યા છે. એવા બ્રાહ્મલીન 108 શ્રી રઘુવીરદાસબાપુની આરસની પ્રતિમાનું સરકારની ગાઇડ લાઇન મુજબ ચહેરા પર માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને પૂજન કરવામાં આવ્યું હતુ. મંદિરના ટ્રસ્ટી મનિષ ખખ્ખરે જણાવ્યું કે, સમગ્ર ગુજરાતમાં માણાવદરનું ત્રંબકેશ્વર મહાદેવનું મંદિર એવું છે કે, જ્યાં 2 નંદી સાથે શિવજીની પૂજા થાય છે, આ મંદિરની સ્થાપના રઘુવીરદાસબાપુએ કરેલી છે.