thumbnail

By

Published : Dec 17, 2019, 2:39 AM IST

ETV Bharat / Videos

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ડમી વિદ્યાર્થી મામલે CCTV ચેક કરાશે

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરિક્ષા દરમિયાન ગોંડલની એમ.બી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ અલ્પેશ ઢોલરીયાની જગ્યાએ અન્ય વિદ્યાર્થઈ પરીક્ષા આપતો હોવાનો NSUI દ્વારા આક્ષેપ કરીને આવેદનપત્ર પાઠવાયું હતું. જેને લઇને સોમવારે યુનિવર્સિટીના કુલપતિ ડૉ. નીતિન પેથાણી દ્વારા ગોંડલની કોલેજના પ્રિન્સિપલને પરીક્ષા દરમિયાનના CCTV ફુટેજ તેમજ અલ્પેશ ઢોલરીયાની તમામ ઉત્તરવહી લઇને બોલાવ્યા હતા. આ તમામ વસ્તુ ચકાસ્યા બાદ પરીક્ષા ડમી વિદ્યાર્થી આપી રહ્યો હોવાનું સ્પષ્ટ થશે. તેમજ યુનિવર્સિટી દ્વારા ડમીકાંડ મામલે પોલીસ ફરિયાદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવી શકે તેમ છે. ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બે દિવસ અગાઉ જ ગોંડલની આ કોલેજમાં CCTV કેમેરા મારફતે સામે આવેલા પરીક્ષામાં ચોરી મામલે પરીક્ષાનું કેન્દ્ર રદ કરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.