પોરબંદર જિલ્લા પંચાયતની કારોબારી બેઠક યોજાઇ - છાંયા નગરપાલિકા
🎬 Watch Now: Feature Video
પોરબંદરઃ જિલ્લા પંચાયત સભાખંડ ખાતે આજે પોરબંદર જિલ્લા પંચાયતની કારોબારી બેઠક મળી હતી, જેમાં વિવિધ વિકાસના કાર્યો લઈને ચર્ચા થઈ હતી. ઉપરાંત જિલ્લા પંચાયતના 2019ના સુધારેલ તથા 2020ના વાર્ષિક અંદાજપત્રને તૈયાર કરી બહાલી આપવામાં આવી હતી. પોરબંદરમાં સ્થાનિક કક્ષાએ અદાલતોના કેસો માટેની વકીલ પેનલમાં વધારો કરવા અંગે ચર્ચા થઇ હતી આ ઉપરાંત છાંયા નગરપાલિકા તથા પોરબંદર નગરપાલિકાની હદમાં આવતા રસ્તાઓ નગરપાલિકાને સોંપવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. જિલ્લા કારોબારી સમિતિના મંજુબેન વનરાજભાઈ કારાવદરાના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અડવાણી સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ કારોબારી સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.