23મીએ વડોદરા કોર્પોરેશનનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાશે - Budget of Vadodara Municipal Corporation will be presented
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ મહા નગરપાલિકાનું વર્ષ 2020-21નું ડ્રાફટ બજેટ 23મી જાન્યુઆરીને ગુરુવારના રોજ મ્યુનિ.કમિશનર સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરશે. અંદાજે રૂપિયા 3900 કરોડનું કરદરમાં વધારા સાથેનું બજેટ રજૂ કરવામાં આવશે. ગત્ વર્ષે વડોદરા કોર્પોરેશનનું રૂપિયા 3554 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં મ્યુનિ.કોર્પોરેશનમાં 244 કરોડ રુપિયાના આકરા કરબોજ સાથે બજેટ રજૂ કરાયું છે, તે પ્રમાણે વડોદરામાં પણ કરબોજ ઝીંકાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.