કચ્છ વકીલ હત્યા કેસના જામનગરમાં પડઘા, BSPએ આરોપીની ફાંસી આપવા કરી માગ - જામનગર બહુજન સમાજ પાર્ટી
🎬 Watch Now: Feature Video
જામનગરઃ કચ્છના રાપરમાં ધોળા દિવસે વકીલની હત્યા કરવામાં આવી છે. જેના પડઘા સમગ્ર રાજ્યમાં પડી રહ્યા છે. જે અંતર્ગત જામનગર BSPએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આરોપીને ફાંસી આપવાની માગ કરી છે. ઉલ્લેખનીય છે કે, કચ્છમાં થયેલી વકીલની હત્યાની તપાસ માટે SITની રચના કરવામાં આવી હતી. જેમણે આરોપીની ધરપકડ કરી લીધી છે, પરંતુ હજૂ સુધી મુખ્ય સૂત્રધાર ઝડપાયો નથી.