ખેરાલુમાં જાહેરનામાંનો ખુલ્લેઆમ ભંગ, લોકો માસ્કનો ઉપયોગ કરતા નથી - corona in kheralu
🎬 Watch Now: Feature Video
મહેસાણા: જિલ્લામાં કોરોનાનો કહેર વધી રહ્યો છે, ત્યારે પ્રજામાં બેદરકારી જોવા મળી રહી છે. ખેરાલુના બજારોમાં સામન્ય દિવસોની જેમ જનજીવન ચાલી રહ્યું છે. કોરોનાના કપરા સમયમાં પણ ખેરાલુમાં હાટડીઓ લાગી છે. જેમાં લોકો સરકારના અનલોક-1ના કાયદાની એસી કી તેસી કરી માસ્ક વિના જ જાહેરમાં ફરી રહ્યા છે. આ ઉપરાંત પાન-મસાલાની પિચકારીઓ પણ લોકો શોખથી મારી રહ્યા છે. ખેરાલુના લોકો સામજિક અંતર જાળવતા નથી. આ સાથે જ માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવાનું ટાળી રહ્યાં છે. આમ છતાં પાલિકા અને પોલીસ બન્ને કોઈ પ્રકારની કાર્યવાહી કરી રહ્યા નથી.