આઝાદી દિવસ નિમિત્તે લુણાવાડાના અર્બન હેલ્થ સેન્ટર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો - mahisagar news
🎬 Watch Now: Feature Video
મહીસાગર: આઝાદી પર્વ નિમિત્તે કોરોનાની મહામારીની વચ્ચે મહીસાગર જિલ્લાના કોઇપણ દર્દીને લોહીની તંગીના કારણે અગવડતા ન ઉભી થાય તે માટે જિલ્લા આરોગ્ય વિભાગ અને લુણાવાડા અર્બન હેલ્થ સેન્ટર દ્વારા અમીર સત્ય ફાઉન્ડેશનના સહયોગથી લુણાવાડા અર્બન હેલ્થ સેન્ટર ખાતે મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીની ઉપસ્થિતમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર આર.બી. બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમ દ્વારા લુણાવાડા અર્બન હેલ્થ સેન્ટર પર રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.