કોવિડ દર્દીઓના લાભાર્થે જોડિયામાં રક્તદાન કેમ્પ યોજાયો - હોમગાર્ડના જવાન
🎬 Watch Now: Feature Video
જામનગર: જી જી હોસ્પિટલના સહકારથી જોડીયા તાલુકાની મામલતદાર કચેરી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીના સમયગાળા દરમિયાન થેલેસેમિયાના બાળકો અને અન્ય જરૂરીયાત મંદ દર્દીઓને રક્ત સરળતાથી મળી રહે તે માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આશરે 63 જેટલા લોકોએ રક્તદાન કર્યું હતું. પ્રાંત અધિકારી આસ્થા બેન સહિત આ કેમ્પમાં શિક્ષકો, તાલુકા પંચાયતના સ્ટાફ, મામલતદાર કચેરીનો સ્ટાફ, હોમગાર્ડના જવાનો, આરોગ્ય ઓફિસનો સ્ટાફ, જોડિયા PSI એસ. વી. રામાણી, પોલીસ જવાનો અને સરપંચો સહિતના લોકોએ ભાગ લીધો હતો.