ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે ખોડલધામના કર્યા દર્શન, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા - ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ
🎬 Watch Now: Feature Video
રાજકોટ: ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે લેઉવા પટેલ સમાજના એકતાના પ્રતિક સમા ખોડલધામ મંદિરના દર્શન કર્યાં હતા. ભાજપ પ્રદેશ પ્રમુખે કાગવડ ખોડીયાર માતાજી સમક્ષ શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા. સીઆર પાટીલ ખોડલધામ આવ્યા ત્યારે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા. સી.આર પાટીલે જણાવ્યું હતું કે, ખોડલધામ પહેલી વાર આવ્યો છું પણ મને એવું નથી લાગતું કે, હું ખોડલધામ પહેલી વાર આવ્યો છું. અહીં દર્શન બાદ તેમની રજતતુલા પણ કરવામાં આવી હતી.
Last Updated : Aug 20, 2020, 9:51 PM IST