ભુજ નગરપાલિકાના વોર્ડ નં-5ના ભાજપના ઉમેદવારોએ રેલી યોજી - કચ્છ ચૂંટણી ન્યૂઝ
🎬 Watch Now: Feature Video
ભુજઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ તમામ પક્ષો પોતાના પ્રચાર-પ્રસાર માટે એડી-ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર-5 ના ભાજપના ઉમેદવારોએ જન સંપર્ક રેલીનું આયોજન કર્યું હતું. ભુજના વાણિયાવાડ અને મેઈન બજારમાં આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી દરમિયાન વેપારીઓએ ઉમેદવારોને હાર પહેરાવી અને મોઢું મીઠું કરાવ્યું હતું અને વિજય ભવ: ના આશીર્વાદ આપવામાં આવ્યા હતા. ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર-5ના ભાજપના ઉમેદવારો પાયલબેન ઠક્કર, અનિલ છત્રાળા, ધીરેન શાહ અને ડૉ. નુસરતબેન પરમારે પેનલ ટુ પેનલ મત માટેની અપીલ કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન પૂર્વ રાજ્યપ્રધાન તારાચંદ છેડા પણ હાજર રહ્યા હતાં.