ઉપલેટામાં CAAના સમર્થનમાં વિરાટ જનસમર્થન રેલી, કલેક્ટરને અપાયું આવેદન - upleta news
🎬 Watch Now: Feature Video
રાજકોટ: નાગરીક સમિતિ ઉપલેટા શહેર અને ભાયાવાદર આયોજિત CAAના સમર્થનમાં કોલેજના ગ્રાઉન્ડથી મામલતદાર સુધીની વિશાળ રેલી યોજવામાં આવી હતી. જેમાં રાષ્ટ્રીય ગાન બાદ રેલીની શરૂઆત કરવામાં આવી હતી. શહેરના મુખ્ય માર્ગો પર પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રેલી યોજવામાં આવી હતી. જેમાં 2 કિલોમીટર લાંબી રેલીમાં બહોળી સંખ્યામાં લોકો અને વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. રેલીના અંતે કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.