ભરૂચ નગર સેવા સદન દ્વારા માસ્ક વગર વેપાર ધંધો કરતા વેપારીઓ પર તવાઈ - Municipal system
🎬 Watch Now: Feature Video
ભરૂચઃ શહેર અને જિલ્લામાં કોરોના વાઇરસનું સંક્રમણ વધી રહ્યું છે. જેને અટકાવવા તંત્ર દ્વારા પણ કમર કસવામાં આવી છે. કલેકટરે જાહેરનામું બહાર પાડી દુકાન અને માર્કેટ સાંજે 4 વાગ્યા સુધી જ ખુલ્લા રાખવા આદેશ આપ્યો છે. તો શનિવારથી નગર પાલિકા તંત્ર પણ એક્ષનમાં આવ્યું છે. ભરૂચ નગર સેવા સદનની વિવિધ ટીમો દ્વારા શનિવારના રોજ શહેરમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું અને માસ્ક વગર વેપાર કરતા વેપારીઓ પાસે 200 રૂપિયા દંડની વસુલાત કરવામાં આવી હતી. વેપારીઓ તેમની દુકાન પર શોસિયલ ડીસ્ટન્સના પાલન સાથે માસ્ક ફરજીયાત પહેરે એવી નગર પાલિકા દ્વારા સુચના આપવામાં આવી છે.