ભરૂચમાં સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલનાં હસ્તે શુક્લતીર્થ ઉત્સવનો કરાયો પ્રારંભ - Shuklathirth village in the district
🎬 Watch Now: Feature Video
ભરૂચઃ જિલ્લાના શુક્લતીર્થ ગામ ખાતે રાજ્યના સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલનાં હસ્તે શુક્લતીર્થ ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમા રમત-ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્ર ભરૂચ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતુ. આ આયોજનમાં લોકડાયરો, આદિવાસી નૃત્ય, ગરબા-રાસ જેવા સાંસ્કૃત્તિક કાર્યક્રમોનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણા, જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયા, જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયન, તાલુકા પંચાયતના પ્રમુખ નવિનભાઈ પટેલ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ કાયક્રમો માણ્યા હતા.