જુઓ, રથયાત્રા પૂર્વે જગન્નાથ મંદિરનો આકર્ષક નજારો... - beautiful decoration
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: જગન્નાથ ભગવાનની રથયાત્રાનું અનેરુ મહત્વ છે. અમદાવાદ શહેરના લોકો આ તહેવારને ઉત્સાહથી ઉજવે છે. રથયાત્રાનાં બે દિવસ જ બાકી રહ્યા છે. આ પૂર્વે જમાલપુરમાં આવેલ જગન્નાથ મંદિરને સોળે શણગાર સજાવી દેવામાં આવ્યું છે. મંદિરની ચારે તરફ કલરફૂલ લાઇટોથી શણગાર કરવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ રોજ હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવી ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવે છે. કોઈ અઘટિત ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરાયો છે. ઉલ્લેખનિય છે કે, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ રથયાત્રાના દિવસે મંદિરમાં આરતી કરવા માટે પધારશે. ગૃહપ્રધાન બન્યા બાદ અમદાવાદ શહેરની તેમની પ્રથમ મુલાકાત છે. રથયાત્રા પૂર્વે જે રીતે મંદિરનો શણગાર કરાયો છે તે જોવા પણ લોકો ઉમટી રહ્યા છે. મંદિરનો આ નજારો આહ્લાદક અને નયનરમ્ય બન્યો છે.