કોરોના સંક્રમણને કારણે સુરત ઈસ્કોન મંદિરમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ - જહાંગીરપુરા
🎬 Watch Now: Feature Video
સુરતઃ શહેરના જહાંગીરપુરા ખાતે આવેલા ઇસ્કોન મંદિરમાં આ વખતે પ્રવેશ આપવામાં આવશે નહીં. જન્માષ્ટમી નિમિત્તે ભક્તો ભગવાનના દર્શન કરે તે માટે લાઈવ દર્શનની સુવિધા ઉભી કરવામાં આવી છે. જ્યારે બુધવારે જન્માષ્ટમીના પર્વને ધ્યાનમાં રાખીને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. સવારે 4:30 કલાકે મંગલા આરતી અને રાત્રે ભગવાન શ્રી કૃષ્ણના અભિષેકનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.