સુરતમાં સૂર્યા મરાઠી અને ડાહ્યા ગેંગના સભ્યો વચ્ચે ગેંગવોર, પોલીસે તપાસ હાથ ધરી - સુરતમાં સૂર્યા મરાઠી અને ડાહ્યા ગેંગના સભ્યો વચ્ચે જૂની અદાવતને લઈને હુમલો
🎬 Watch Now: Feature Video
સુરત: નવા વર્ષની ઉજવણીના સમયે શહેરના વેડ રોડ પંડોળ વિસ્તારમાં માથાભારે સૂર્યા મરાઠીના ગેંગના સભ્યો વચ્ચે જાહેરમાં 5 જેટલા યુવકોએ 1 યુવકને ચપ્પુ અને તલવારના ઘા ઝીંકી દીધા હતા. આ હુમલાની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ હતી. જેમાં સૂર્યા મરાઠી અને ડાહ્યા ગેંગના સભ્યો વચ્ચે જૂની અદાવતને લઈ હુમલો થયો હતો. આ ઘટનામાં 2 યુવક ઘાયલ થયા હતા. તેમજ એક ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યારે જીગ્નેશ મેવાડા નામના યુવકની પોલીસ શોધખોળ કરી રહી છે.