રાજકોટમાં આશા વર્કરોએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર - રાજકોટ મહાનગરપાલિકા
🎬 Watch Now: Feature Video
રાજકોટ: શહેરમાં પંચાયત આરોગ્ય કર્મચારી બાદ આશા વર્કરો લડતના મૂડમાં આવી છે. આ આશાવર્કરોએ સમાન કામ, સમાન વેતન, ફિક્સ પગાર અને પૂરતી રજાની માગ કરી છે. આ માગને લઇને આશાવર્કરોએ બહુમાળી ભવનથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી હતી. ત્યારબાદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં આ તમામ માગ પૂરી કરવા અંગે જણાવ્યું હતું.