અરવલ્લી LCBએ લૂંટ અને હત્યાના આરોપીને પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો - Arvalli LCB Police
🎬 Watch Now: Feature Video
અરવલ્લીઃ જિલ્લાના LCB પોલીસે બાતમીના આધારે શામળાજી આશ્રમ ચોકડી નજીક વોચ ગોઠવી ધાડ ચોરી, લૂંટના અને હત્યાની કોશિશના ગુનામાં સંડોવાયેલ ઝારખંડના ખૂંખાર આરોપી વિજય ઉર્ફે ચંદન રામસ્વરૂપ પાસવાનને 2 લાયસન્સ વગરની પિસ્તોલ સાથે ઝડપી લીધો હતો. રાજસ્થાન અને ગુજરાતના અરવલ્લી-સાબરકાંઠા જિલ્લાના વણઉકેલ્યા18 ગુનાનો ભેદ ઉકેલી નાખી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. ગુજરાત અને રાજસ્થાનમાં ગેરકાયદેસર હથીયાર સપલ્યા કરતો અને બંને રાજ્યોમાં ચોરી લૂંટ અને હત્યાની કોશિશના ગુનામાં સંડોવાયેલ હતો. રાજસ્થાનમાં 13 અને અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં 5 ગુનામાં તેની સંડોવણી બહાર આવતા ગુજરાત-રાજસ્થાન પોલીસ સાથે સંતાકુકડી રમતો હતો. જોકે આ રમત ઝાઝા દિવસ ના ચાલી અને અરવલ્લી LCBએ આરોપીને બે પીસ્તોલ અને કારતુસ સાથે ઝડપી લીધો હતો. પોલીસે દેશી બનાવટની 2 પિસ્તોલ, જીવતા કારતુસ નંગ-7 અને મોબાઈલ-1 મળી કુલ 44000ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.