ભ્રષ્ટાચારના આક્ષેપ: અરવલ્લી જિલ્લા પંચાયતની સામાન્ય સભા તોફાની બની - સામાન્ય સભા તોફાની બની
🎬 Watch Now: Feature Video
અરવલ્લીઃ જિલ્લા પંચાયતના સભાખંડમાં વિકાસ અધિકારી ડો.અનિલ ધામેલીયા અને પંચાયત પ્રમુખ હંસાબેન પરમારની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં જિલ્લાના ડેમાઈના પંચાયતના સદસ્ય કીર્તિ પટેલે ખેત ઉત્પાદન સહકાર અને સિંચાઈ વિભાગના મદદનીશ રજીસ્ટ્રાર ચંદ્રકાન્ત પટેલ સામે સભામાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરતા સનસનાટી મચી ગઇ હતી. જિલ્લા પંચાયત સામાન્ય સભામાં સેવા સહકારી મંડળીના રજીસ્ટ્રાર ચંદ્રકાન્ત પટેલ પર સેવા સહકારી મંડીઓને મંજૂરી આપવા રૂપિયા અરજદારો પાસેથી રૂપિયા ખંખેરતા હોવાનો અને વાહલાદવલા નીતી રાખવાનો આક્ષેપ કર્યો હતો. ભ્રષ્ટાચારનો સણસણતો આક્ષેપ લાગવા છતાં મદદનીશ રજીસ્ટ્રારને કોઇ જ ફર્ક ન પડ્યો હોય તેવુ જણાતુ હતું. સામાન્ય સભામાં હસતા જોવા મળ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે અરવલ્લી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં જિલ્લામાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ કોંગ્રેસી જિલ્લા પંચાયતના સદસ્યોને ગાંઠતા ન હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું હતું.