વલસાડ પોલીટેકનિક ખાતે એપ્રેંટીસ ભરતી મેળો યોજાયો
🎬 Watch Now: Feature Video
વલસાડઃ જિલ્લામાં આવેલા વિવિધ ઔદ્યોગિક એકમોના સહકાર દ્વારા શ્રમ અનેં રોજગાર મંત્રાલયના સહયોગથી વલસાડ સરકારી ઇજનેરી કોલેજમાં રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યા બેરોજગાર યુવાનોએ લાભ લીધો હતો. જેનું ઉદ્ઘઘાટન જિલ્લા કલેકટર સી. આર. ખરસાનએ કર્યું હતું. તેમણે નોકરી મેળવવા આવેલા ઉમેદવારોને કહ્યું કે નોકરી મેળવવા માટે ઘરથી દુર જવું પડે તો જવું જોઈએ અને હંમેશા હકારાત્મક અભિગમ અપનાવો જોઈએ તેના દ્વારા જ જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ એપ્રેન્ટીસ ભરતી નોધણી અંગે જરૂરી માહિતી આપી હતી. કાર્યક્રમ દરમિયાન 300થી વધુ ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા. જેમાં માત્ર 111 હાજર રહ્યા હતા. રોજગાર આપવા માટે પારડી વાપી વલસાડના 14 ઔદ્યોગિક એકમોએ ભાગ લીધો હતો.
Last Updated : Dec 8, 2019, 12:45 AM IST