જામનગરમાં જી.જી.હોસ્પિટલના નર્સિંગ સ્ટાફની રેલી, કલેક્ટરને આવેદન
🎬 Watch Now: Feature Video
જામનગર: જી.જી.હોસ્પિટલના નર્સિંગ સ્ટાફે જીજી હોસ્પિટલથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં નર્સિંગ સ્ટાફના ભાઈઓ તથા બહેનો જોડાયા હતાં. આ તકે કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સોમવારે સાંજે જી.જી.હોસ્પિટલમાં સ્ટાફ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેના પગલે નર્સિંગ સ્ટાફમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મહત્વનું છે કે, એક મહિનામાં બીજી વખત હોસ્પિટલના સ્ટાફ પર હુમલો કરવામાં આવ્યો છે.