અરવલ્લીમાં કોંગ્રેસ દ્વારા આંદોલન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં કલેકટરને આવેદનપત્ર - અરવલ્લી જિલ્લા કલેકટર
🎬 Watch Now: Feature Video
અરવલ્લી : જિલ્લા કોંગ્રેસ દ્વારા કેન્દ્ર સરકાર દ્રારા તાજેતરમાં પસાર કરવામાં આવેલ કૃષિ વિષેયક કાયદાઓના વિરોધમાં અને આંદોલન કરી રહેલા ખેડુતોના સમર્થનમાં જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપ્યુ હતું. જેમાં મોટી સંખ્યમાં કાર્યકરો અને ખેડુતો ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે આ પુર્વે જિલ્લા કોંગ્રેસ દ્રારા કૃષિ વિષયક કાયદાઓના વિરોધમાં બે વખત ધરણાં પ્રદર્શન યોજવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓએ અટકાયત વહોરી હતી.