પાટણ કલેકટરની જિલ્લાવાસીઓને ખાસ અપીલ - patannews
🎬 Watch Now: Feature Video
પાટણ: સમગ્ર રાજ્ય સહિત પાટણ જિલ્લાને પણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યો છે અને 144 ની કલમ અમલમાં છે. પાટણ શહેર સહિત જિલ્લાવાસીઓ અગત્યના કામ સિવાય ઘર બહાર ન નીકળે તેવી અપીલ જિલ્લા કલેકટરે કરી છે. પાટણ જિલ્લા કલેકટર આનંદ પટેલે જિલ્લાવાસીઓને અપીલ કરતા જણાવ્યું છે કે, કોરોના મહામારીએ રાષ્ટ્રીય આપદા છે. આપણી સૌની રાષ્ટ્રહિતમાં ફરજ બને છે કે, કામવગર ઘરની બહાર ન નીકળીએ તેમજ એક બીજા વચ્ચે અંતર રાખી આ મહામારીને વધુ ફેલાતી અટકાવીએ.