ભીડનો વિડીયો વાયરલ થયા બાદ તંત્ર જાગ્યું, APMC માર્કેટ અચોક્કસ મુદ્દત માટે બંધ - APMC માર્કેટ
🎬 Watch Now: Feature Video
સુરત: APMC માર્કેટ અચોક્કસ મુદત માટે બંધ કરવાનો નિણર્ય લેવામાં આવ્યો છે. માર્કેટમાં ભીડ થતી હોવાથી તેમજ ભીડનો વીડિયો વાયરલ થયો હોવાની સતાધીશો સાથે તંત્રની બેઠક યોજાઈ હતી અને આ નિર્ણય લેવામાં આવ્યો છે. માર્કેટમાં ભીડ થતી હોવાથી તેમજ ભીડનો વીડિયો વાયરલ થયો હોવાથી તંત્ર હરકતમાં આવ્યું હતું અને APMCના સતાધીશો સાથે પોલીસ કમિશ્નર, કલેક્ટર અને મનપા કમિશ્નરે બેઠક યોજી હતી. આ બેઠકમાં અચોક્કસ મુદત માટે APMC માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માર્કેટ ક્યારે ખુલશે તે બાબતે હજુ સુધી કોઈ ચોક્કસ જાણકારી આપવામાં આવી નથી.