જસદણ તાલુકાના આટકોટ પોલીસ સ્ટેશનમાં વાર્ષિક લોક દરબાર યોજાયો - Rajkot Rural SP
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ જિલ્લામાં આટકોટ પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક લોક દરબાર યોજાયો હતો. જેમાં આટકોટ પોલીસ સ્ટેશનના PSI કે. પી. મહેતા દ્વારા રાજકોટ રૂરલ SPનું સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું. લોક દરબારમાં SP બલરામ મીણાએ લોકો સાથે ચર્ચા કરી હતી. જસદણ તાલુકામાં લોકોને તાલુકા કક્ષાએ A ડિવિઝન ઓફિસ મળે તે અંગેની રજૂઆત અશ્વિન ભાલાળા તથા અરજણ રામાણી દ્વારા કરવામાં આવી હતી. આ અંગે રાજકોટ રૂરલ SPએ તમામ આગેવાનોને વિશ્વાસ સાથે ખાત્રી આપી હતી. તેમજ આટકોટ પોલીસ સ્ટેશનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.