અમરાઈવાડી પેટા ચૂંટણી: ભાજપ કાર્યકરો સાથે ETV ભારતની ખાસ વાતચીત - bjp news
🎬 Watch Now: Feature Video
અમરાઈવાડી: ગુજરાત વિધાનસભાની ખાલી પડેલ 6 બેઠકોની ચૂંટણી માટે પ્રચાર પડઘમ જોરશોરથી ચાલી રહ્યાં છે. ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. અમરાઈવાડી વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપ કોંગ્રસ એકબીજા પર આક્ષેપો કરી રહ્યાં છે. ETV ભારતે ભાજપના કાર્યકરો સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં ભાજપના કાર્યકરોએ જણાવ્યું કે. અમરાઈવાડીમાં ભાજપે વિકાસના કામો કર્યા છે. ઉલ્લખનીય છે કે, ગુજરાતની ખાલી પડેલી 6 વિધાનસભા બેઠક પર 21 ઓક્ટોબરે મતદાન યોજાશે. જેનું પરિણામ 24 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે. આ બેઠકો થરાદ, બાયડ, રાધનપુર, અમરાઇવાડી, લુણાવાડ, ખેરાલુનો સમાવેશ થાય છે.