શ્રાવણના છેલ્લા સોમવારે અંબાજીના પવિત્ર માનસરોવરમાં પવિત્ર કુંડ માનસરોવરની ભવ્ય આરતી
અંબાજીઃ હાલ ભગવાન શિવનો શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે શ્રાવણ માસમાં આજે રાજસ્થાની લોકોના શ્રાવણ માસના છેલ્લા સોમવારે યાત્રાધામ અંબાજીના પવિત્ર માનસરોવર કુંડમાં બિરાજમાન કરાયેલાં ભગવાન શિવની પ્રતિમાની સાથે પવિત્ર કુંડ માનસરોવરની ભવ્ય આરતી ઉતારવામાં આવી હતી. જેમ હરીદ્વારમાં માં ગંગાજીની આરતી ઉતારવામાં આવે છે. તેમ અંબાજીમાં પણ આજે 108 દિવાની મહાઆરતી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં રાજસ્થાની લોકો સહીત ગુજરાતી શિવ ભક્તો પણ આ આરતીમાં જોડાયા હતા.