અમદાવાદ: શાળા શરૂ થવા અંગે AMAના ડૉક્ટરનું નિવેદન, બાળકો એક વર્ષમાં IAS -IPS નહીં બની જાય - gujarat
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ રાજ્યભરમાં દિવાળી પછી શાળા શરૂ થવા અંગે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે આ નિર્ણય અંગે મેડિકલ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે. આ વર્ષે બાળકો શાળાએ જશે તો IAS કે IPS નહીં બની જાય. મેડિકલ એસોસિએશનના પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, બાળકો સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઈઝરનો ઉપયોગ કરી ના શકે અને શાળાએ જઈને પરત આવે અને માતાને મળે તો માતા પણ સુપર સ્પ્રેડર બની શકે છે. જેથી શાળાએ જવું હોય તો પુરી તકેદારી બાળકે પણ રાખવી પડશે અને સંચાલકોએ પણ રાખવી પડશે. અંતે બાળકોને શાળાએ મોકલવા કે નહીં તે નિર્ણય વાલીઓએ લેવો પડશે.