અમદાવાદમાં કોર્પોરેટરની દાદાગીરી: વીજબીલની રજૂઆત કરવા ગયેલા નાગરિકોને ઉડાઉ જવાબ આપ્યો - AmitShah corporator
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: શહેરના મનપામાં વાસણાના કોર્પોરેટર અમિત શાહની દાદાગીરી સામે આવી છે. વીજબિલ મુદ્દે રજૂઆત માટે ગયેલા નાગરિકોને કોર્પોરેટર દ્વારા ઉડાઉ જવાબ આપવામાં આવ્યો હતો. કોર્પોરેટર સહિત તેના પુત્ર દ્વારા પણ રજૂઆત કરવા આવેલા શખ્સ સાથે અયોગ્ય વર્તન કરવામાં આવ્યું અને રજૂઆત કરવા આવેલા શખ્સને ઘરની બહાર ધકેલવામાં આવ્યો હતો. મહત્વનું છે કે, સરકાર દ્વારા વીજબીલમાં માફી આપવામાં આવી હતી, પરંતુ નાગરિકોને હજી એ જ વીજબીલ ભરવું પડી રહ્યું છે, ત્યારે અવાર નવાર આવી રજૂઆતો થતી રહે છે.
Last Updated : Jul 5, 2020, 11:31 AM IST