ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરતી અમદાવાદ પોલીસ જુઓ Video - વાહનચાલકો
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ શહેરમાં વિક્ટોરિયા ગાર્ડન પાસે લાલ દરવાજાથી આવવાના રસ્તા ઉપર ટ્રાફિક સિગ્નલ બંધ હોવાના કારણે વાહનચાલકો ક્રોસલાઈ સહેજ પણ આગળ આવ્યા વગર પોતાના વાહનો વ્યવસ્થિત ઉભા રાખીને ઉભા હતા. ત્યારે જ એક પોલીસ અધિકારીની વાન બેરોકટોક તેમજ કોઈપણ કાયદાની ડર તેમજ શેહ શરમ રાખ્યા વગર રોંગ સાઈડમાં આવીને ઉભી થઇ હતી. અને જ્યાં સુધી સિગ્નલ ચાલુ ન થાય ત્યાં સુધી ટ્રાફિકને અડચણરૂપ રોંગ સાઈડમાં જ ઉભી રાખવામાં આવી હતી.ત્યારે સવાલ એ થાય છે, કે નક્કી કરવામાં આવેલા ક્રોસ લાઇનથી સહેજ પણ આગળ આવેલી ટુ વ્હીલર કે ગાડીને CCTVના કેમેરાનો ડર હોય છે, અને તેમને મેમો પણ મોટી અને તગડી રકમનો આપવામાં આવે છે. ત્યારે શું આ પોલીસ અધિકારીની આટલી મોટી ગાડી CCTVમાં કેદ નહીં થતી હોય?આ પ્રશ્ન વાહનચાલકોના મનમાં ઉદ્ભવે તે સામાન્ય વાત છે.