લોકડાઉનમાં અમદાવાદ પોલીસ આપી રહી છે ગરીબોને ભોજન - કોરોના વાઇરસ
🎬 Watch Now: Feature Video
અમદાવાદ : કોરોના વાઇરસના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે જ્યારે સમગ્ર અમદાવાદ શહેર લોકડાઉન છે, ત્યારે તેની સૌથી ખરાબ અસર એવા ગરીબો પર થઇ રહી છે કે, જેઓ રોજ કમાઇને રોજનું ખાતા હોય. કારણ કે, આ લોકોને લોકડાઉન દરમિયાન રોજગારી પણ મળવાની નથી. તો જમવાના પૈસા ક્યાંથી હોય, પરંતુ આવા ગરીબની દરકાર કરી રહી છે અમદાવાદ પોલીસ. અમદાવાદ પોલીસ દ્વારા શહેરની આવી ગરીબ વસ્તીમાં જઈને તેમને ભોજન પૂરું પાડવામાં આવે છે. અમદાવાદ પોલીસના આ કાર્યમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓથી લઈને તમામ જવાનો સાથ આપે છે. અમદાવાદ શહેરની જનતા પણ સોશિયલ મીડિયા દ્વારા શહેર પોલીસના આ કાર્યને બિરદાવી છે.