લોકડાઉન બાદ રેલવે વ્યવસ્થા સંદર્ભે RPF અને વડોદરા શહેર પોલીસ વચ્ચે બેઠક યોજાઈ
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ કોરોના વાઇરસના કારણે જનહિતની સલામતી માટે દેશભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. જેથી ટ્રેન વ્યવહાર થંભી ગયો છે. જે કોરોનાની પરિસ્થિતિમાં સુધારો આવ્યા બાદ લોકડાઉન દેશભરમાંથી ઉઠાવી લેવામાં આવે અને ટ્રેન વ્યવહાર ફરીથી શરૂ થાય તો કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી તે મુદ્દા પર વડોદરા રેલવે સ્ટેશન પર આજે એક મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં, RPF અજય ધર્મેશ બુરિયાની, રેલ્વે DYSP એમ.એ ચૌધરી, RPF પીઆઈ દિનેશ યાદવ, રેલ્વે PI એમ.એસ બોદર, સયાજીગંજ પીઆઇ એસ.જી. સોલંકી સાથે એક બેઠક યોજાઈ હતી.