કોરોના બાદ ફરી વિદેશ અભ્યાસનું માર્કેટ જોરમાં
🎬 Watch Now: Feature Video
અમદાવાદ : કોરોના કાળના બે વર્ષમાં જે વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ કરવા જવા ઇચ્છુક હતા તેમના સપનાઓ રોળાઇ ચૂક્યા હતા. પરંતુ હવે વેકસીનના કારણે કોરોના બાદ વિદેશ અભ્યાસની સ્થિતિ પૂર્વવત બની રહી છે. વિદેશ અભ્યાસ માટે અત્યારે કેનેડા, અમેરિકા, યુનાઈટેડ કિંગડમનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. કોરોના બાદ 90 ટકા વિદ્યાર્થીઓ અમેરિકા ઇંગ્લેન્ડ અને કેનેડાના વિઝા માટે એપ્લાય કરી રહ્યા છે. વિદેશ અભ્યાસમાં મેનેજમેન્ટ, નર્સિંગ, એન્જિનિયરિંગ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, કોમ્પ્યુટર સાયન્સ અને ડિપ્લોમા કોર્સીસ થતા હોય છે. કોરોના પહેલા 2016માં એકલા કેનેડામાં ભારતના 2.5 લાખ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. જેમાં કોરોના કાળ બાદ વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે. વિદ્યાર્થીઓને વિદેશ જતા અગાઉ વિઝા, ફોરેન એક્સચેન્જ, સ્ટેઇંગ, યુનિવર્સિટી વગેરેની માહિતી અને વ્યવસ્થાઓ ચકાસવી જોઇએ. બ્લેકમાં વિદેશ જવાનું ટાળવું જોઈએ. કારણ કે, તેમાં વાલીઓ પાસેથી એજન્ટો મસમોટા રૂપિયા પડાવતા હોય છે. કાયદાકીય રીતે ફક્ત વિઝા અને જે ગવર્મેન્ટ પ્રોસેસ ચાર્જ જ હોય છે.