thumbnail

યાત્રાધામ અંબાજી ખાતે પ્રક્ષાલન વિધિ સંપન્ન

By

Published : Sep 7, 2020, 12:34 AM IST

બનાસકાંઠા : યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો રદ્દ થવા છતા વર્ષ પરંપરાગત રીતે થતી અંબાજી મંદિરમાં 1 કલાક અને 30 મિનિટે શરૂ થયેલી પ્રક્ષાલન વિધિ પૂર્ણ કરવામાં આવી છે. અંબાજી મંદિરમાં આ પ્રક્ષાલન વિધિ ખાસ કરીને અમદાવાદનાં એક સોની પરિવાર દ્વારા કરવામાં આવે છે. જે ગત 268 વર્ષથી આ વિધિ સાથે સંકળાયેલાં છે. આ વિધિમાં અંબાજી મંદિર પરિષરને પાણી દ્વારા ધોવામાં આવે છે. આ ઉપરાંત માતાજીનાં શણગારના સોના ચાંદીનાં દાગીનાઓને મંદિરનાં પવિત્ર જળથી ધોવામાં આવે છે. જે વર્ષ દરમિયાન ભાદરવી પૂનમના દિવસે પ્રક્ષાલનમાં એક જ વખત બહાર લાવવામાં આવે છે. એટલું જ નહીં આ દાગીનાની સાફ સફાઇ વખતે ઘસારાનાં બદલે 5 ગ્રામ સોનનું તક્તુ માતાજીને થાળમાં અર્પણ કરવામાં આવે છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.