ભૂખ્યા સાવજોએ જંગલમાં શિકાર કરી સમૂહમાં મિજબાની માણી - સોશિયલ મીડિયા ન્યૂઝ
🎬 Watch Now: Feature Video
અમરેલીઃ વરસાદી મોસમમાં સિંહોના ટોળાઓ જંગલમાં લટાર મારતા નજરે પડે છે, ત્યારે ખાંભા વિસ્તારના લાપળા ડુંગર પાસે આઠ સિંહોના ટોળા જોવા મળ્યા હતા. આ સિંહોના ટોળાએ મારણ કરતા આજૂબાજૂના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. હાલ સિંહોના આ મારણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.