ઉતર પ્રદેશમાં થયેલા સામુહિક દુષ્કર્મ મામલે મોરબીમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો - mass atrocity in Uttar Pradesh
🎬 Watch Now: Feature Video
મોરબીઃ ઉત્તર પ્રદેશના હાથરસમાં 19 વર્ષીય એક યુવતી સાથે ગામના કેટલાક અસામાજિક તત્વોએ સામુહિક દુષ્કર્મ કરી અને તેની નિર્મમ હત્યા કરી હતી. આ અતિ ગંભીર ઘટનાના વિરોધમાં મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના મહિલા સંગઠન દ્વારા પાર્ટી કાર્યલય રામ ચોકથી શહીદ ભગતસિંહ પ્રતિમા, ગાંધી ચોક સુધી કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી અને પીડિતાને ન્યાય આપવા અને આરોપીઓને ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવી 15 દિવસમાં સજા ફટકારવાની માંગ કરવામાં આવી હતી. આ કેન્ડલ માર્ચમાં સમસ્ત આમ આદમી પાર્ટીના મોરબી શહેર અને જિલ્લાના આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા.