પોરબંદરમાં કોરોનાની ગાઈડ લાઈનને ધ્યાનમાં રાખી બોર્ડની પૂરક પરીક્ષા યોજાઈ - કોવિડ19સમાચાર
🎬 Watch Now: Feature Video
પોરબંદર: ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાઓ 25 ઓગસ્ટથી શરૂ કરવામાં આવી છે. ત્યારે પોરબંદર જિલ્લાના શિક્ષણ વિભાગ દ્વારા પણ પોરબંદર શહેરની નવયુગ વિદ્યાલય ખાતે ધોરણ-10 અને 12ની પૂરક પરીક્ષાની તમામ તૈયારી સાથે પરીક્ષાઓ લેવાઇ રહી છે. આ પરીક્ષાઓમાં 500થી પણ વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. ત્યારે કોરોનાના કહેર વચ્ચે પરીક્ષા યોજાઈ છે. ત્યારે આ કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે ખાસ શિક્ષણ વિભાગ દ્વારા તકેદારી રાખવામાં આવી છે. પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે પરીક્ષાખંડને સેનિટાઇઝ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરી પરીક્ષા શરૂ કરવામાં આવી છે.