મહીસાગરઃ રાઠડા બેટ ખાતે સેવાસેતુ કાર્યક્રમમાં પહોંચવા ધારાસભ્યએ હોળીમાં કરી મુસાફરી
🎬 Watch Now: Feature Video
મહીસાગરઃ કડાણા તાલુકાના રાઠડા બેટ ખાતે શુક્રવારે સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પ્રજાની સાચા અર્થમાં સેવાના ધ્યેય સાથે સંતરામપુરના ધારાસભ્ય કુબેરભાઈ ડીડોર, મહીસાગર જિલ્લા D.D.O નેહાકુમારી તેમજ અન્ય પદાધિકારીઓ સેવાસેતુ કાર્યક્રમમાં પહોંચવા માટે નદીને પાર કરવા હોળીમાં બેસી પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં પદાધિકારીઓ દ્વારા વિધવા સહાયના હુકમો વિતરણ કરવામાં આવ્યા હતા તથા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. રાઠડા બેટ ખાતે સેવા સેતુ કાર્યક્રમમાં 135 જેટલા પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.