ભુજમાં મહશિવરાત્રીના પર્વ નિમિતે મર્યાદિત સંખ્યામાં શોભાયાત્રા નિકળશે - Dhingeshwar Mahadev Temple
🎬 Watch Now: Feature Video
કચ્છઃ આજે ગુરૂવારે મહાશિવરાત્રી છે, ત્યારે જિલ્લાના ભુજના ધીંગેશ્વર મહાદેવ મંદિરને સુશોભિત કરવામાં આવ્યું હતું અને મહાશિવરાત્રીને લઈ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે આરતી કર્યા બાદ કોરોનાની મહામારીનો નાશ અને સર્વ જન કલ્યાણ હેતુસર રુદ્રાભિષેક પણ કરવામાં આવ્યો હતો. મહાશિવરાત્રીના શુભ અવસરે છેલ્લા 6 વર્ષથી ભુજમાં 25થી 30 હજાર શિવ ભકતો સાથે મહાશોભાયાત્રા નીકળતી હોય છે, પરંતુ આ વખતે કોરોનાને કારણે 125 થી 150 શિવભક્તો સાથે જ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.