લાખણી તાલુકાના સેકરા ગામના ખેડૂતે 700 ગાયોને પોતાના ખેતરમાં બાજરીના ઉભા પાકમાં ચરાવી - Sekra village
🎬 Watch Now: Feature Video
બનાસકાંઠાઃ જિલ્લામાં કોરોના વાઇરસની મહામારી વચ્ચે ગૌશાળામાં દાનની આવક બંધ થતા ગૌશાળા સંચાલકોને ગાયોનું નિર્વાહ કરવું ખુબ જ અઘરૂ બની રહ્યું છે, જેથી ગાયોના ઘાસચારા માટે 154 ગૌશાળાના સંચાલકો દ્વારા સરકાર વિરુદ્ધ આંદોલન કરી રહ્યા છે, ત્યારે આવા સમયે હવે ખેડૂતો ગાયોની વ્હારે આવી રહ્યા છે. લાખણી તાલુકાના સેકરા ગામે રહેતા ખેડૂત મોતી રબારીએ લાખણી ગૌશાળાની તમામ 700 ગાયોને પોતાના ખેતરમાં બાજરીના ઉભા પાકમાં ચરાવી હતી. આ ખેડૂતનું માનવું છે કે, હાલમાં ગૌશાળામાં વસવાટ કરતી ગાયોની હાલત ખુબ ખરાબ છે, ત્યારે આવી પરિસ્થિતિમાં ગાયોની મદદ કરવી જોઇએ.