દમણ: ગટર લાઈનમાં 25 મીટર અંદર ફસાઈ ગાય, 5 કલાકની મહેનત બાદ બહાર કઢાઈ - The cow was released five hours later by police and the fire department
🎬 Watch Now: Feature Video
દમણ: સંઘપ્રદેશના સોમનાથ ઔદ્યોગિક વિસ્તારમાં બેન્ક ઓફ બરોડા નજીક આવેલી એક ગટર લાઈનમાં ગાય પડી ગઇ હતી. જે 25 મીટર ગટરના અંદરના ભાગમાં ફસાઇ હતી. આ અંગે સ્થાનિકોએ દમણ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી. જેથી પોલીસ અને ફાયર વિભાગના જવાનોએ ગાયને ગટરમાંથી બહાર કાઢવા પ્રયાસો હાથ ધર્યા હતાં. પરંતુ ગાય ગટરમાંથી બહાર નીકળી શકી હતી નહી. આખરે મોડીરાત્રે ક્રેન મંગાવી ક્રેનના સહારે ગાયને બાંધી ગટરમાંથી બહાર કઢવામાં આવી હતી. ફાયરના જવાનો, પોલીસ જવાનો અને સ્થાનિક ગૌપ્રેમીઓએ 5 કલાક મહેનત કર્યા બાદ આખરે ગાયને ગટરમાંથી બહાર કાઢી હેમખેમ બચાવી લેવામાં આવી હતી.