મોરબીમાંથી બાળકનું અપહરણ કરનારું દંપતી મધ્યપ્રદેશથી ઝડપાયું - ગુજરાત પોલીસ
🎬 Watch Now: Feature Video
મોરબીઃ શહેરમાંથી બાળકનું અપહરણ કરીને મધ્યપ્રદેશનું દંપતિ પોતાના વતનમાં નાસી ગયું હતું. જેથી મોરબી પોલીસે મધ્યપ્રદેશ સુધીની તપાસના આધારે આરોપી દંપતીને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી પીયુષ નામના સવા વર્ષના બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું. આરોપી દંપતી મધ્યપ્રદેશનું વતની હોવાથી સીટી બી ડિવિઝન અને LCB ટીમે મધ્યપ્રદેશ સુધી તપાસ ચલાવી બાળકની ભાળ મેળવી હતી. પોલીસે સઘન તપાસ ચલાવી બે ટિમ મધ્યપ્રદેશ મોકલી હતી. જેમાં આરોપી સંજુ કનૈયાલાલ રાઠોડ (ઉ.વ.૩૨) અને રેખાબેન સંજુભાઈ રાઠોડ (ઉ.વ.૩૦)ને ઇન્દોર જિલ્લાના માંગુલીયા પોલીસ ચોકી વિસ્તારમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.