નવસારીના કાંઠાના ગામોમાં કોરોના પ્રત્યે જાગૃતિ અભિયાન - covid-19
🎬 Watch Now: Feature Video
નવસારી: વિશ્વમાં કોરોનાના હાહાકાર વચ્ચે ભારતે કોરોનાથી બચવા માટે સમગ્ર દેશને લોકડાઉન કર્યો છે. જોકે કોરોના પ્રત્યે હજી પણ ગ્રામીણ લોકો ગંભીર જણાતા નથી. જેથી ગ્રામીણ લોકોમાં કોરોનાની બિમારી પ્રત્યે જાગરૂકતા લાવવાનો પ્રયાસ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે. જેમાં જિલ્લાના જલાલપોર તાલુકામાં વિદેશથી આવેલા લોકો સરકારી સુચના અનુસાર હોમ કોરોન્ટાઇનનું પાલન કરે અને વગર કામે લોકો ઘર બહાર ન નીકળે એના માટે જનજાગૃતિ લાવવા ગુજરાત વિધાનસભાના ઉપ મુખ્યદંડક અને જલાલપોરના ધારાસભ્ય આર.સી. પટેલે જીલ્લા પોલીસ વડા ડો. ગીરીશ પંડ્યા સાથે જલાલપોર તાલુકાના ગામડાઓમાં ફરી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. ધારાસભ્ય પટેલે ગામના સરપંચ સહીત આગેવાનો સાથે મિટિંગ કરી વિદેશથી આવેલા લોકોની માહિતી આપવા સાથે લોકો ઘરની બહાર ન નીકળે તેવી અપીલ કરી હતી.