Gram Panchaya Reconstructed : મહેસાણા જિલ્લાની 85 ગ્રામ પંચાયતના મકાનો પુનઃ નિર્માણ કરાશે - Gram Panchayat Makeover in Gujarat
🎬 Watch Now: Feature Video
મહેસાણા : સરકારે રાજ્યમાં જર્જરિત ગ્રામ પંચાયતના મકાનનો સર્વે કરાવી નવનિર્માણ (Gram Panchayat Makeover in Gujarat) કરવાનું આયોજન કર્યું છે. ત્યારે મહેસાણા જિલ્લામાંથી તાલુકાવાર કુલ 85 જેટલા ગ્રામ પંચાયતોના (Reconstruction of Gram Panchayat in Mehsana) ઘરો જર્જરીત હાલતમાં હોઈ તે તમામ પંચાયત ઘરોને નવનિર્માણ કરવા રાજ્ય સરકાર દ્વારા પ્રત્યેક ગ્રામ પંચાયત દીઠ 14 લાખની ગ્રાન્ટ ફાળવવામાં દરખાસ્ત કરવામાં આવી છે. મહેસાણા જિલ્લા પંચાયત અધિકારીઓ અને પદાધિકારીઓના પ્રયાસથી મહેસાણા જિલ્લાના વિવિધ તાલુકામાં જર્જરિત (Reconstruction of 85 Gram Panchayat Houses) ગ્રામ પંચાયત ઘરોને વિકાસની દ્રષ્ટિએ એક નવો આકાર મળવા જઈ રહ્યો છે.