પોરબંદરમાં 12 કલાકમાં 7 ઇંચ વરસાદ, બંદર પર 3 નંબરનું સિગ્નલ - 7 inches of rain in 12 hours in Porbandar
🎬 Watch Now: Feature Video
પોરબંદરઃ હવામાન વિભાગ દ્વારા મળેલી સૂચના અનુસાર આગામી દિવસોમાં ગુજરાત દરિયાઈ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે, ત્યારે ભારે વરસાદના કારણે નુકસાન અને જાનહાનિથી બચવા માટે સરકાર દ્વારા NDRF ટીમ એલર્ટ કરાય છે. જેને પોરબંદર, રાજકોટ, દ્વારકા, કચ્છ, સુરત, વલસાડ અને નવસારી ખાતે તૈનાત કરવામાં આવી છે. આ દરમિયાન પોરબંદરમાં ગત 12 કલાકમાં 7 ઇંચ, રાણાવાવમાં 8 ઇંચ અને કુતિયાણામાં 5 ઇંચ વરસાદ પડ્યો છે. જેથી પોરબંદર, દ્વારકા અને અમરેલી જિલ્લાના બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવામાં આવ્યું છે.