જૂનાગઢમાં ભેંસાણના મેંદપરા ગામે 35 વર્ષીય યુવાન કોરોના પોઝિટિવ, ભયનો માહોલ - કોરોના અપડેટ્સ
🎬 Watch Now: Feature Video
જૂનાગઢઃ ભેંસાણના મેંદપરા ગામમાં 35 વર્ષના યુવાન વિજય બાબુ માલવિયાને કોરોના પોઝિટિવ આવતા ભયનો માહોલ છવાયો છે, તાલુકામાં કુલ 5 કેસ નોંધાયા છે. ગત રાત્રે વધુ એક કેસ સામે આવતા સ્વાસ્થ્ય તંત્રની બેદરકારી જોવા મળી છે, કારણકે કોરોના કેસ અંગે માહિતી રાતના 8 વાગે મળી હતી. આમ છતાં સવારે 10 વાગે તાલુકા હેલ્થ ઓફિસરે દર્દીની મુલાકાત લઈ પૂછપરછ કરી તેના કાઉન્ટ તપાસીને દર્દીને જૂનાગઢ સિવિલ ખાતે રિફર કરવામા આવ્યો હતો, ત્યાર બાદ તાલુકા મામલતદાર, પોલીસ ટીમ અને DDO હાજર રહ્યાં હતાં. તેમજ મામલતદારે આજુબાજુના વિસ્તારની મુલાકાત લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ અમુક વિસ્તારને કંન્ટેનમેન્ટ ઝોન અને અમુક વિસ્તારને બફર ઝોન જાહેર કર્યું. દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી તપાસના આદેશ કરી સ્વાસ્થ્ય વિભાગે અને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.