ઘૉઘમ્બાની સિમલિયા કોલેજમાં વાર્ષિકોત્સવ ઉજવાયો - 3 separate programs organized at Simalia College
🎬 Watch Now: Feature Video
પંચમહાલ: ઘૉઘમ્બા તાલુકાના સિમલિયાની શ્રી.એસ.પી.પટેલ આર્ટસ કોલેજ ખાતે વાર્ષિકોત્સવની સાથે વિદાય સમારોહ તેમજ શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે અધ્યક્ષ સ્થાને પંચમહાલ જિલ્લા હાયર એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ નટવરસિંહ ચૌહાણ, ગુરુ ગોવિંદ યુનિવર્સીટીના કુલપતિ ડૉ. પ્રતાપસિંહ ચૌહાણ, સહિત શિક્ષણ ક્ષેત્રના ગણમાન્ય લોકો અને મોટી સંખ્યામાં કૉલેજ અને શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે કૉલેજનાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામા આવ્યાં હતાં.