જૂનાગઢના માંગરોળમાં ફસાયેલા આંધ્રપ્રદેશના 29 યાત્રિકો વતન જવા રવાના... - 29 pilgrims from Andhra Pradesh trapped in Mangrol

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 7, 2020, 10:00 AM IST

જૂનાગઢઃ જિલ્લાના માંગરોળના આ 29 યાત્રિકોને માંગરોળના સામાજિક આગેવાનોએ મહેનત કરી જિલ્લા કલેક્ટરમાંથી મંજૂરી લઇ વતન પરત જવા મહેનત કરી હતી. તેમને ગુરુવારના રોજ ખાનગી બસ મારફતે આ મુસાફરો વતન જવા રવાના થયા હતા. રવાના થતા પહેલા તમામ મુસાફરોની આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. માંગરોળના સ્થાનિક આગેવાનો દ્વારા યાત્રિકો માટે તમામને જમવા પાણીની બોટલો સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી. હાલમાં લોકડાઉનને લઇ જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે આંધ્રપ્રદેશના ઇન્દુપુરના 29 જેટલા યાત્રિકો માંગરોળમાં છેલ્લા 40 દિવસથી ફસાયેલા હતા અને પોતાના વતન આંધ્રપ્રદેશ જવા માંગતા હતા. મુસાફરોએ સ્થાનિક આગેવાનો, મામલતદાર બેલડીયા તેમજ માંગરોળ પોલિસનો આભાર માન્યો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.